Gujarat Weather Forecast, IMD Rain Alert:
હવે ખેલૈયાઓને ચિંતા કરવાની જરૂર નથી કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. જેમાં ક્યાંય વરસાદની શક્યતાઓ સેવી નથી.
Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી):
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. બીજી તરફ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓના મનમાં વરસાદનો હજી પણ ક્યાંકના ક્યાંક ડર રહેલો છે. જોકે, હવે ખેલૈયાઓને ચિંતા કરવાની જરૂર નથી કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. જેમાં ક્યાંય વરસાદની શક્યતાઓ સેવી નથી. સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે.
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની આગાહી:
નવરાત્રીના તહેવાર વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે આગામી સાત દિવસ માટે એટલે કે 8 ઓક્ટોબરથી લઈને 14 ઓક્ટોબર સુધી હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આ સાત દિવસમાં ગુજરાતમાં ક્યાંય વરસાદની શક્યાઓ નથી. આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સુકૂં રહશે.
ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત, નલિયામાં 23.5 ડિગ્રી તાપમાન નોંધાયું:
ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને શિયાળો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ ગઈ છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં તાપમાન અંગે વાત કરીએ તો નલિયામાં 23.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન છે. જ્યારે ભાવનગરમાં 27.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયો હતું. જે રાજ્યનું સૌથી ઉંચુ લઘુતમ તપામાન રહ્યું હતું.
પરેશ ગોવસ્વામી નું વરસાદ વિશે શુ કહેવું :
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુ ટ્યુબ ચેનલ પર આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળે છે. પરંતુ ખેડૂત ભાઈઓએ ડરવાની જરૂર નથી. 7થી 9 ઓક્ટોબર દરમિયાન ગરમીને કારણે છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે. આ દિવસોમાં જ્યાં પણ માવઠું પડશે ત્યાં એકદમ સામાન્ય અને છૂટાછવાયા ઝાપટાં હશે. ખેતીપાકોને નુકસાન થાય તેવા ઝાપટાંની શક્યતા નથી.
ભૂરું પવન ની સકીયતા રહેશે કે નહિ?
આ સાથે તેમણે જણાવ્યું છે કે, આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂર પવન સેટ થવાનું ચાલુ થઈ જશે. જોકે, છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભૂર પવન નોંધાઈ રહ્યો છે પરંતુ આજથી વધારે વિસ્તારોમાં આ પવનોની શરૂઆત થશે એટલે શિયાળું પવનો સેટ થવા લાગશે.
શુ હવે માવઠું થશે કે નહિ?
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં આ તાપ રહેવાનો છે. પરંતુ આ મહિનામાં એક અસ્થિરતાને કારણે ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ માવઠું 15થી 20 ઓક્ટોબર વચ્ચે થવાની સંભાવના છે. તે પહેલા ખેડૂત મિત્રોએ પોતાનો ચોમાસું પાક સાચવી લેવો જોઈએ. અરબ સાગરમાં અસ્થિરતાને કારણે ગુજરામાં માવઠું થશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.