પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું દુઃખદ અવસાન થયું છે. ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા રાજકરણીઓ, ઉદ્યોગપતિઓ અને દેશના અગ્રણી દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.
પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. દેશના સૌથી મોટા બિઝનેસ ટ્રસ્ટ ટાટા ગ્રૂપ સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધતી જતી ઉંમરને કારણે તેને ઘણી સમસ્યાઓ હતી. દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર અને પ્રેમ હતો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ 2012 સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે 1996માં ટાટા સર્વિસિસ અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી.
પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનીત
રતન ટાટા, તેમના નમ્ર વર્તન માટે જાણીતા હતા, હાલમાં ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમાં સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ તેમજ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. રતન ટાટાએ ભારતીય વ્યાપાર જગતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ હતા.
28 સપ્ટેમ્બર 1937ના રોજ જન્મ
રતન ટાટાનો જન્મ 28 સપ્ટેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ અબજોપતિ હોવા ઉપરાંત એક દયાળુ, સરળ અને ઉમદા વ્યક્તિ તરીકે પણ જોવામાં આવે છે. તેની સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે દર્શાવે છે કે તેણે ઘણા લોકોની મદદ કરી હતી. તેમજ દેશની પ્રગતિમાં રતન ટાટાના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા જે પછી તેમની તબિયત ગંભીર હોવાની અફવા ઉડતાં ખુદ રતન ટાટાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેઓ સારી હાલતમાં છે પરંતુ હવે સમાચાર આવ્યાં છે કે તેમની હાલત ગંભીર છે અને તેઓ ડોક્ટરોની સતત દેખરેખ હેઠળ છે.
બુધવારે ફરી તેમની તબિયત અંગે સમાચાર વહેતા થયા છે. જાણીતી ન્યૂઝ એજન્સી રૉયટરે Reuters દ્વારા કહેવામા આવ્યું છે કે રતન ટાટાની તબિયત કથળી છે અને તેઓ આઈસીયુમાં છે. તેમણે આ ખબર તેમની નજીકના બે સૂત્રો દ્વારા મળી હોવાનો પણ દાવો કર્યો છે.
વડાપ્રધાન મોદીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, ‘શ્રી રતન ટાટાજી એક દૂરદર્શી બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માણસ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સારા બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છેકે, શ્રી રતન ટાટા જીના નિધનથી ખૂબ જ દુઃખી છું, એક સ્વપ્નદ્રષ્ટા નેતા જેમની વ્યાપાર કુશળતા અને અવિરત સમર્પણથી ભારતના વ્યવસાયિક લેન્ડસ્કેપમાં પરિવર્તન આવ્યું. નમ્રતા અને પ્રામાણિકતાની સાચી દીવાદાંડી, સમાજને પાછા આપવાનો તેમનો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તેમના પરિવાર, પ્રશંસકો અને ટાટા ગ્રુપ પ્રત્યે મારી દિલથી સંવેદના. ઓમ શાંતિ.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના કોર્પોરેટર એફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરમિલ નથવાણીએ લખ્યું છેકે, શ્રી રતન ટાટાના નિધનથી ઊંડો આઘાત અને દુઃખ છે. પરિશ્રમ, પ્રામાણિકતા અને પરોપકારના પ્રતીક તરીકે, તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. તેમનો વારસો હંમેશ માટે યાદ રહેશે.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ લખ્યું છેકે, ભારતે એક વિશાળ, એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યો છે જેણે આધુનિક ભારતના માર્ગને ફરીથી વ્યાખ્યાયિત કર્યો હતો. રતન ટાટા માત્ર એક બિઝનેસ લીડર ન હતા – તેમણે ભારતની ભાવનાને અખંડિતતા, કરુણા અને વધુ સારા માટે અતૂટ પ્રતિબદ્ધતા સાથે મૂર્તિમંત કરી હતી. તેમના જેવી મહાન વિભૂતિ ક્યારેય સ્મૃતિ પટલમાંથી જતી નથી. ઓમ શાંતિ.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પતા ભાજપના જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લખ્યું છેકે, શ્રી રતન ટાટાજીનું નિધન આપણા બધા માટે એક ઊંડી ખોટ છે. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને અતૂટ દયાએ ઘણા લોકોના જીવનને સ્પર્શ્યું. તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને તેમણે પાછળ છોડેલા વારસામાં સાંત્વના મળે.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના કોર્પોરેટર એફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરમિલ નથવાણીએ લખ્યું છેકે, શ્રી રતન ટાટાના નિધનથી ઊંડો આઘાત અને દુઃખ છે. પરિશ્રમ, પ્રામાણિકતા અને પરોપકારના પ્રતીક તરીકે, તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. તેમનો વારસો હંમેશ માટે યાદ રહેશે.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પતા ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લખ્યું છેકે, એક સ્વપ્નદ્રષ્ટા, એક આઇકોન અને દયાળુ આત્મા. RIP રતન ટાટા જી, તમારો વારસો દેશભરમાં અને તેની બહારના યુવાનોને પ્રેરણા આપશે.