Tamil Nadu Train Accident: મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ (12578) તમિલનાડુના કાવરાપેટ્ટઈ સ્ટેશન નજીક શુક્રવારે માલગાડી સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેન દુર્ઘટના પર રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે ‘ઘણી દુર્ઘટનાઓમાં સેંકડો જીવ ગુમાવ્યા બાદ પણ કોઈ પાઠ શીખવવામાં આવ્યો નથી. આની જવાબદારી ટોચ પર શરૂ થાય છે.’
શું છે સમગ્ર મામલો?
તમિલનાડુમાં શુક્રવારે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવી રહેલી એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઈનમાં જવાના બદલે લૂપ લાઈનથી ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘણા મુસાફર ઈજાગ્રસ્ત થઈ ગયા અને એક કોચમાં આગ લાગી ગઈ.
કોંગ્રેસ નેતાએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કહ્યું, ‘મૈસૂર-દરભંગા ટ્રેન દુર્ઘટના ભયાવહ ઓડિશાના બાલાસોરની દુર્ઘટનાને દર્શાવે છે, જ્યાં એક પેસેન્જર ટ્રેન એક ઊભેલી માલગાડી સાથે ટકરાઈ ગઈ. ઘણી દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા બાદ કોઈ પાઠ શીખવાડી શકાયો નથી. તેની જવાબદારી ટોચના લોકોએ લેવી જોઈએ. આ સરકારના જાગ્યા પહેલા હજુ કેટલા પરિવાર બરબાર થશે.
પ્રિયંકા ગાંધી રોષે ભરાયા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્રેન દુર્ઘટનાને લઈને કેન્દ્રની ટીકા કરી. તેમણે વ્હોટ્સએપ ચેનલ પર કહ્યું, ‘દેશમાં ટ્રેન દુર્ઘટનાઓ એટલી સામાન્ય થઈ ગઈ છે કે એક બાદ એક દુર્ઘટના થવા છતાં સરકાર દ્વારા કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી રહી નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી રહી નથી.’
દેશના કરોડો સામાન્ય લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ભય અને અરાજકતાના પૈડા પર ચાલતી ટ્રેનોમાં મુસાફરી કરવા મજબૂર છે કેમ કે સુરક્ષિત ટ્રેન મુસાફરીની જવાબદારીથી સરકારે પીછેહઠ કરી લીધી છે. તમિલનાડુમાં મૈસૂર-દરભંગા એક્સપ્રેસની સાથે બાલાસોર જેવી દુર્ઘટના ફરી થઈ છે. આવી દુર્ઘટના ક્યારે રોકાશે? જવાબદારી ક્યારે નક્કી કરવામાં આવશે.
દુર્ઘટના પાછળનું કારણ જણાવ્યું
ડીએમકે નેતા ટીકેએસ એલંગોવને કહ્યું, ‘આજકાલ ઘણી ટ્રેન દુર્ઘટના થઈ રહી છે. 60ના દાયકાની શરૂઆતમાં જ્યારે અરિયાલુરમાં એક દુર્ઘટના થઈ, તો રેલવે મંત્રીએ રાજીનામું આપી દીધું. તે સમયે તેમણે ટ્રેન દુર્ઘટનાને આ રીતે જોઈ હતી પરંતુ આજે ટ્રેન દુર્ઘટનાઓ ખૂબ સામાન્ય થઈ ગઈ છે અને કોઈ પણ રેલવે લાઈનોની સારસંભાળ માટે યોગ્ય પગલા ઉઠાવવાની પરવા કરતા નથી. એક ઘટનામાં રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો દક્ષિણ રેલવે કે ચેન્નઈમાં કામ કરી રહ્યાં છે તેમને તમિલનું કોઈ જ્ઞાન નથી અને તેથી સંચારની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તે એક ઉત્તર ભારતીય હતા, તેથી તમિલમાં આપવામાં આવેલા આદેશોને સમજી શક્યા નહીં અને તેથી ટ્રેન દુર્ઘટના થઈ ગઈ. આપણે શોધવું જોઈએ કે આવું કેમ થયું’
રેલવે બોર્ડે શું કહ્યું?
આ દરમિયાન રેલવે બોર્ડે કહ્યું છે કે ‘ચેન્નઈ રેલવે ડિવીઝનમાં પોન્નેરી-કાવારપેટ્ટઈ સેક્શનમાં પેસેન્જર-માલગાડીની ટક્કરમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.’ રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના કાર્યકારી ડાયરેક્ટર દિલીપ કુમારે દુર્ઘટનાના તાત્કાલિક બાદ કહ્યું, ‘અમને ચેન્નઈ મંડળના કાવારપેટ્ટઈ સ્ટેશન પર બાગમતી એક્સપ્રેસ અને માલગાડીની વચ્ચે ટક્કરની માહિતી મળી. બચાવ અને રાહત દળ તાત્કાલિક દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયા.’
credit: gujratsamachar