ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 2 દિવસમાં શહેરમાંથી 28 ખાદ્યપદાર્થોના સેમ્પલ લીધા હતા અને તહેવારોને કારણે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
દૂધ અને દૂધની બનાવટના 12 નમૂના લેવામાં આવ્યા આ ઉપરાંત મીઠાઈ, બરફી અને મીઠા માવાના 16 નમૂના લેવામાં આવ્યા હતા. 28 જેટલા તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.આગામી 17 ઓક્ટોબર સુધી મનપાનું ફૂડ વિભાગ સેમ્પલ લેવાની કામગીરી કરશે
મહત્વનું કહી શકાય કે નમૂનાઓ લીધા બાદ મોકલવામાં આવલ સેમ્પલના રિપોર્ટ લેબોરેટરીમાંથી મોડા આવતા પરેશાની થઈ રહી છે નમૂનાઓના રિપોર્ટ ઝડપથી આવે તો ભેળસેળ કરનાર વેપારીઓ સામે પણ કડક પગલાં લઈ શકાશે