ભરુચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ કંપનીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવતા પોલીસે આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો કોકેઇન જપ્ત કર્યુ છે.
અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડના ડ્રગ્સ ઝડપાવા મામલે હવે મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગઈકાલને 13 ઓક્ટોબર 2024ના રોજ, ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીથી 518 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં 5 હજાર કરોડ રુપિયા છે ત્યારે હવે આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ડ્રગ્સ મામલે કંપનીના ડિરેક્ટર્સની ધરપકડ
ભરુચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ કંપનીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવતા પોલીસે આવકાર કંપનીના 3 ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા અને વિજય ભેસાણીયાની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો કોકેઇન જપ્ત કર્યુ છે.
518 કિલો કોકેઇન જપ્ત કર્યુ
દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે મળીને આ કામગીરી હાથ ધરી હતી જેમાં તેમને ડ્રગ્સ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. તમને જણાવી દઈએ કે આવકાર કંપનીએ દિલ્હીની કંપની સાથે કરાર કર્યો હતો અને નાર્કોટિક્સ પ્રોડક્ટ ન બનાવવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો તેમ છત્તા કેવી રીતે ડ્રગ્સ મળી આવ્યું હવે તેને લઈને પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
Source: news-and-media covrage