ખેતી દિવસે ને દિવસે મોઘી અને ખર્ચાળ થતી જાય છે. આમ પણ આજની પેઢી ખેતી મા નહિવત પ્રમાણે રશ દાખવે છે. આમ પણ ભારત જેવા દેશ મા વસ્તિવિસ્ફોટ ના કારણે ખેતી માટે પ્રયાપ્ત માત્રમા જમીન નો પણ અભાવ છે. આમા ખેડૂત ખેતી કરે તો બજાર કિંમત નથી આવાતી. ખેતી ખર્ચાળ છે. ખેડૂત જમીન ખેડે તો ભાડે ટ્રેક્ટર પોસાતા નથી. થોડી જગ્યા હોય તો ખેડૂત ને નવુ ટ્રેક્ટર ખરીદવુ કેમ? એ પણ એક જટિલ પ્રશ્ન છે. આ પ્રશ્ર્ન પહોંચ વળવા બનાસકાંઠ ના ખેડૂતે પોતાની કોઠા સુઝ થી બનાવ્યુ એક મશીન જે નજીવા ખર્ચ આખો દિવસ કામ કરી છે.
કેશરસિંગ ગોળીયા ગામના એક ખેડૂતે ખેતી ખર્ચ ઘટાડવા પોતાની કોઠા સુઝથી અનોખું ટીલર મશીન બનાવ્યું છે. આ ટીલર મશીન ખેતરમાં રહેલા નિંદામણને દૂર કરવામાં મદદરૂપ થશે. આ મશીન એક લિટર પેટ્રોલમાં એક વીઘા ખેતરમાં કામ કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
બનાસકાંઠા: જિલ્લાના લાખણી તાલુકાના કેસર સિંગ ગોળીયા ગામના ખેડૂતે ખેતી ખર્ચ ઘટાડવા સ્વહસ્તે દેશી જુગાડ અપનાવી ખેતરમાંથી નિંદામણ દૂર કરવા માટેનું એક ટીલર મશીન બનાવ્યું છે. આ ટીલર મશીન કેવી રીતે કામ કરે છે અને તેને બનાવવામાં કેટલો ખર્ચ અને કેટલા દિવસ લાગ્યા તે અહીં જાણીએ.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કેસર સિંગ ગોળીયા ગામે રહેતા હંસાભાઈ અજાભાઈ સુથારે પોતાની કોઠાસૂઝથી ખેતરમાં ઉગી નીકળતા નિંદામણને ઓછા ખર્ચે દૂર કરી શકાય તેવું ટીલર મશીન બનાવ્યું છે.
હંસાભાઈ સુથારનો પરીવાર ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ 2007થી ટ્રેક્ટર બોડી કામ અને કલર કામના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે તેઓએ માત્ર 10 ઘોરણ સુઘી અભ્યાસ કરેલો છે.
પરીવાર પાસે માત્ર એક વીઘો જમીન હોવાથી ખેતી ખર્ચ વધુ થાય છે. જેને ધ્યાનમાં રાખી તેઓ પોતાની કોઠાસૂઝથી ટીલર મશીન બનાવ્યું છે. આ મશીનમાં માત્ર 200 ગ્રામ પેટ્રોલમાં એક વીઘાના ખેતરમાં રહેલા નિંદામણને દૂર કરી શકાય છે. આ ટીલર મશીન બનાવવા માટે 25 હજારનો ખર્ચ થયો હતો. આ મશીન બનાવવામાં 5 દિવસ લાગ્યા હતા.
42 વર્ષિય હંસાભાઈ સુથારે જણાવ્યું હતું કે, આ ટીલર મશીનમાં 30 થી 40 રૂપિયામાં 250 ગ્રામ પેટ્રોલમાં એક કલાક કામ કરી શકે છે. જ્યારે એક લિટર પેટ્રોલમાં આ ટીલર મશીન આખો દિવસ કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
જો કોઈ ખેડૂત ખેતરમાં મોટું મશીન મંગાવે તો દિવસમાં 1000 થી 1200 રૂપિયાનો ખર્ચ થાય છે. નાનું ટીલર મશીન વાપરવાથી નિંદામણ માટેનો થતો ખર્ચ 75 ટકા જેટલો ઘટી જાય છે. હાલ અન્ય ખેડૂતો પણ તેમને ઓર્ડર આપી રહ્યા છે.
આવા અવનવા